દિઓદરમાં થયેલા શૌચાલયના કામોમાં ગોલમાલ

બનાસકાંઠા
બનાસકાંઠા

દીઓદર,
સરકાર દ્વારા ઘર-ઘર શૌચાલય બનાવાની યોજના અંતર્ગત શ્રી બનાસકાંઠા જીલ્લામાં શૌચાલય અભિયાન ચલાવવામાં આવ્યું. સરકારે કરોડો રૂપિયા પ્રજાની આરોગ્ય સુખાકારી અને સુવિદ્યા માટે ખર્ચી દીધા પરંતુ સરકારનો સારો ઉદેશ જીલ્લાના અધિકારીઓના આશીર્વાદથી કાગળ ઉપર ઘોડા દોડ્યા હોવાની ગામે ગામથી ફરીયાદો આવી રહી છે. પરંતુ જીલ્લાના અધિકારીઓ નિષ્ઠુર બની બેઠા હોવાનું પ્રજાને મહેસુસ થઈ રહ્યું છે. પ્રજાની એકમાત્ર આશ હાઈકોર્ટ રહેવા પામી છે. જેમાં કેટલાક લોકો પડકારી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો નિઃસહાય બની તેમના ઘેર શૌચાલય ન બન્યાં હોવા છતાં સરકારના ચોપડે શૌચાલય બની ગયાનું જાણી સરકારની કે અધિકારીઓની “કરમકથની” ની વિમાસણમાં અટવાયા છે.
દીઓદરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેગ્યુલર તાલુકા વિકાસ અધિકારી નથી. ૧૧ માસના કરાર આધારીત વારંવાર ટીડીઓ મુકાય છે. અને છુટો દોર અપાય છે. દીઓદર તાલુકાને ૧૦૦ ટકા ખુલ્લામાં શોચમુક્ત જાહેર જીલ્લા વિકાસ એજન્સી દ્વારા કરાયો છે. પ્રજાને થયેલ અન્યાય બાબતે દીઓદર તાલુકાના ચીભડા ગામે ૧૦૦ ટકા શૌચાલય કાગળ ઉપર બોલ્યા પરંતુ વાસ્તવીક ન થતાં જીલ્લા કક્ષાએ અનેક લેખીત ફરિયાદો થઈ (જાેકે જીલ્લા કક્ષાએ વિકાસનાં કામોની કાગળ ઉપર થતી ફરિયાદો અભરાઈએ ચડે છે.) પરંતુ કાંઈજ પરિણામ ન આવતાં ચીભડાના રહીશ સુબાભાઈ ગોરધનભાઈ રાઠોડે આ સમગ્ર શૌચલય કૌભાંડને હાઈકોર્ટમાં પડકારાયું છે. જેનાથી સરકારી તંત્રમાં હડકંપ મચ્યો છે. એની તપાસમાં અનેક અટવાઈ જશે. પ્રજા ન્યાયની આશા રાખી રહી છે.
સદરહુ સુબાભાઈ રાઠોડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઈન્ટર્સ લેટીગેશન દાખલ કરાવી સમગ્ર શૌચાલય કૌભાંડની તપાસ કરવા વિનંતી કરાઈ છે. ભારતીય બંધારણની કલમ રર૬ હેઠળ જાહેર હિતની મુકદમા તરીકે જાહેર ભંડોળ આવા ગેરરીતીની જિલ્લા સહ સંયોજક સ્વચ્છ ભારત મિશન બ.કાં.દ્વારા એક સમિતિની રચના કરી તપાસ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.