થરાદના દુધવા ગામે ૧૦૦ એકર જમીનમાં જીઆઇડીસી આકાર પામશે
થરાદ પંથકમાં જીઆઈડીસીની સ્થાપના કરવી એ એક મારું સ્વપ્ર હતું જે પંથકના લોકોની મદદથી પુરૂ કર્યું છે : શંકરભાઈ ચૌધરી
થરાદ તાલુકાના દુધવા ગામે આવેલ સરકારી સર્વે નંબર ૭૩૯ ની ૧૦૦ એકર જમીનમાં જીઆઇડીસી બનવા જઈ રહી છે.જેના કારણે થરાદ પંથક અને આજુબાજુના તાલુકાના લોકોને વેપારીઓને અને યુવાઓને રોજગારી પણ મળશે અને તેમના ધંધા વેપાર પણ વધશે.
થરાદ તાલુકામાં આ જીઆઇડીસી આવશે તેવું લોકોએ ક્યારેય પણ ભુતકાળ કે ભવિષ્યમાં વિચાર્યું ન હતું પણ જીઆઇડીસી લાવવા માટે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સતત છેલ્લા બે વર્ષથી ગાંધીનગર ખાતે મહેનત કરી તેમણે વારંવાર મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી.તેમના અથાક પ્રયત્નોના કારણે થરાદ ખાતે કરોડના ખર્ચે સો એકર જમીનમાં જીઆઇડીસી મંજૂર કરવામાં આવી છે તેમજ તેનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જીઆઇડીસીના કારણે હજારો યુવાનોને રોજગારી મળશે તેના કારણે થરાદ પંથકના તમામ યુવા વર્ગે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજના યુવા વર્ગને જો રોજગારી મળશે અને આર્થિક રીતે મજબૂત થશે તો આવનારી પેઢી માટે સારા સંકેતો ગણાશે. વેપારીઓ તેમજ જે યુવાઓ છે તેઓ પોતાના ઉદ્યોગો અને રોજગારી મળે તે હેતુથી થરાદ ખાતે જીઆઇડીસી મંજૂર કરવામાં આવી છે.જેમાં વેપારીઓ સાથે મહિલાઓ પણ ગૃહ ઉદ્યોગ થકી પગભર બની અન્યને રોજગારી આપશે. થરાદના લોકો માટે ભવિષ્યમાં સારા સારા વિકાસના કામો પણ કરવામાં આવશે અને થરાદ પંથકને એક હરિયાળો પંથક બનાવવા માટે હું પ્રયત્નશીલ છું.
થરાદ તાલુકામાં જીઆઇડીસીની સ્થાપના થશે તેવું ક્યારે લોકોએ વિચાર્યું ન હતું: થરાદના જેહાભાઈ હડીયલે જણાવ્યું હતું કે થરાદ તાલુકામાં જીઆઇડીસી આવશે અને વેપાર ઉદ્યોગો વધશે અને યુવાઓને રોજગારી મળશે તેવું થરાદના લોકોએ ક્યારેય પણ વિચાર્યું ન હોતું પણ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જે જીઆઇડીસી મંજુર કરાવી અને જે કામ ચાલુ કરાવવાના છે તેનાથી પંથકના લોકોમાં એક આનંદની અનુભૂતિ જોવા મળી રહી છે જે અશક્યને શક્ય કર્યું તે ખરેખર થરાદ માટે સારું છે.
નાના વેપારીઓને સસ્તા ભાડાથી પ્લોટો મળશે અને તે વેપારના એકમો ચાલુ કરી શકશે: માર્કેટ યાર્ડના વેપારી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જે જીઆઈડીસી લાવી છે જેનાથી નાના નાના વેપારીઓને ત્યાં સસ્તા ભાવે પ્લોટો ભાડાથી મળશે અને તેઓ પોતાના ગૃહ ઉદ્યોગો ચાલુ કરી શકશે અને રોજગારી મળશે આથી વેપારીઓને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે.
Tags Banaskantha Palanpur tharad