
માં અર્બુદા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ભક્તિનું ઘોડાપુર
માં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને આજે સૌથી મોટા મહા યજ્ઞનો પ્રારંભ થયો હતો. બનાસકાંઠા આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજે આ યજ્ઞના શુભારંભ માં પ્રથમ દિવસે લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.માં અર્બુદા રજત જયંતી નિમિત્તે સહસ્ત્ર ચંડી ૧૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. ત્રિદિવસીય આ યજ્ઞનો આજથી પ્રારંભ થયો હતો૧. આ યજ્ઞને લઈને આંજણા પટેલ ચૌધરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા સહિત ગુજરાત માંથી માનાં દર્શન માટે ભક્તો પાલનપુર ના લાલાવાડા ખાતે પહોંચ્યા હતા. મહા યજ્ઞમાં ૬૦૦ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી હતી. જેમાં ૧૫૦૦ જેટલા યજમાનો આ યજ્ઞનો લાભ લઇ રહ્યા છે. અર્બુદા માતાજીના રજત જયંતિ મહોત્સવનું ૩ ફેબ્રુઆરી થી પાંચ ફેબ્રુઆરી સુધી આ મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે. તેમાં દેશભરમાંથી કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી સહિતના રાજ્યોમાંથી આજના ચૌધરી પટેલ સમાજના લોકો આ યજ્ઞના દર્શન માટે આવશે. જયારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેવાના છે.યજ્ઞના પ્રથમ દિવસે અનેક લોકોએ આ યજ્ઞ શાળાની પ્રદક્ષિણા પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી મુળુંભાઈ બેરા અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ આ મહાયજ્ઞ નાં દર્શન માટે પહોંચ્યાં હતા અને યજ્ઞમાં બેસી મહા યજ્ઞનાં દર્શન કર્યા હતા.