
અમીરગઢની સરકારી વિનયન કૉલેજ ખાતે વક્તૃત્ત્વ સ્પર્ધા અને કાવ્યગાન સ્પર્ધા યોજાઈ
અમીરગઢની સરકારી વિનયન કૉલેજ ખાતે હિન્દી દિવસના ઉપક્રમે જ્ઞાનધારા અને ગીત સંગીત નૃત્યધારાના સંયુક્ત ઉપલક્ષ્યમાં વક્તૃત્ત્વ સ્પર્ધા અને કાવ્યગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તૃત્ત્વ સ્પર્ધામાં સેમ 1,3,5 ના વિદ્યાર્થીઓએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્યો રજૂ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની સરકારી વિનયન કૉલેજ અમીરગઢ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાનધારા અને ગીત સંગીત નૃત્યધારાના સંયુકત ઉપલક્ષ્યમાં વક્તૃત્ત્વ સ્પર્ધા અને કાવ્યગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વક્તૃત્ત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્યો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતીય,તૃતીય ક્રમે અનુક્રમે સોલંકી મહેશ, વાઘેલા વર્ષા, રાઠોડ રૂકમાં વિજેતા બન્યા હતા. ત્યારબાદ ગીત સંગીત નૃત્યધારામાં કાવ્યગાન સ્પર્ધામાં કુલ સાત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જુદાં જુદાં કવિઓના કાવ્યોનું ગાન-પઠન સુપેરે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય,તૃતીય ક્રમે અનુક્રમે ડાભી મનીષા, ડામોર દિત્તું, ડામોર કાળીબેન વિજેતા જાહેર થયાં હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન હિન્દી વિભાગના ડૉ.નરેશ જોષી અને સંચાલન ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ. મહેશ જી. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇતિહાસ વિભાગના પ્રા. મૂકેશ ગઢવીએ વિષયને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ પ્રા. ફરહીના શેખે કરી હતી.