પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગેસની પાઇપ લાઇન લીકેજ થઈ
પાલનપુર-અમદાવાદ હાઇવે પર એસબીપુરાના પાટિયા પાસે ગેસની પાઇપ લાઇન લીકેજ થતા અફરાતફરી મચી ગઇ હતી. પાલનપુર-અમદાવાદ હાઇવે પર એસબીપુરા પાટીયા નજીક ટ્રેકટર દ્વારા કામગીરી દરમિયાન ઘરેલું ગેસની પાઇપલાઇન તૂટી હતી. ગેસની પાઇપ લાઇન તૂટતાં હજારો કિલો ઘરેલું ગેસ નો વેડફાટ થયો હતો. જાેકે, ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતા પ્રેશર સાથે ગેસ બહાર આવતા હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય નો માહોલ છવાયો હતો. જાેકે, ઘટનાની જાણ થતાં ગેસ કંપની દ્વારા સમારકામ ના પ્રયાસો હાથ ધરાયા હતા. ગેસ લીકેજ થતા મોટી દુર્ઘટના ટળી હતી. જાેકે, ગેસ લિકેજને પગલે વાહન ચાલકો સહિત આસપાસના વિસ્તારના લોકો ભયભીત બન્યા હતા.