અંબાજી માં મેળા બાદ ગંદકીના ઢગલા,કોલેજના યુવાનો એ સફાઇ અભિયાન હાથ ધર્યું
અંબાજી માં સફાઇ કરતી વેસ્ટર્ન કંપની સાથે યાત્રાધામ વિકાસ બોર્ડ કડક હાથે કામ લે તેવી માંગ: અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી ના વિવિધ વિસ્તારો માં ગંદકીની ભરમાળ જોવા મળી રહી છે જોકે સમગ્ર અંબાજી તેમજ આસપાસ વિસ્તાર ની સફાઈ કામગીરી માટે વેસ્ટર્ન કંપની ને રૂપિયા 1200 કરોડ જેટલી માતબર રકમ નું ટેન્ડર પણ અપાયેલું છે. પણ મેળા દરમિયાન સફાઈ ની કેવી કામગીરી થઇ છે તે આ કચરા ના ઢગલા ને ગંદકી થી ખદબદતી ગટરો કહી આપે છે.
જે કચરા ના ઢગલા છે તે એક દિવસ ના નહિ હોઈ શકે તે કચરા એક થી વધુ દિવસ ના લાગી રહ્યા છે સુ મેળા દરમિયાન કામગીરી થઇ જ નથી તેવો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યું છે જોકે હાલ મેળા બાદ કોઈ પણ જાત નો રોગચાળો ન ફાટી નીકળે તે માટે ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની વિવિધ કોલેજો માં ચાલતા એનએસએસ ની 15 થી 20 ટિમો આ સફાઈ કામગીરી માટે આજે અંબાજી પહોંચી છે ને અનેક વિસ્તારો માં પડેલા કચરા ના ઢગ ને ભેગા કરીને ગંદકી દૂર કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યું છે.
આ કામગીરી ને લઇ જો એનએસએએસ ની ટિમો ને ઈચ્છા જાગૃત થતી હોય તો જેને કરોડો નો ટેન્ડર લીધેલું છે તેની આ ગંદકી સામે નહિ દેખાતું હોય? તેમ.ગણપતભાઈ ચૌધરી (પ્રોફેસર અને એન.એસ.એસ ટીમ લીડર) જેડી કોલેજ પાલનપુર એ જણાવ્યુ હતુ.