પાલનપુર ડમ્પિંગ સાઇટ પર કચરાનો ડુંગર ભૂતકાળ બનશે : 5 મહિનામાં 30 ટકા કામ પૂરું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર છેલ્લા 45 વર્ષથી કચરો ઠાલવવામાં આવી રહ્યો હોઇ કચરાનો ડુંગર રચાયો હતો. ગત માર્ચમાં લેગસી વેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ અને નગરપાલિકા દ્વારા વર્ષો જૂની ડમ્પિંગ સાઇટને ખાલી કરવા માટે મશીનરી મૂકવામાં આવી. શરૂઆતના પાંચ મહિનામાં જ 2.67 લાખ ટન કચરામાંથી અંદાજે 80 હજાર ટન કચરો સાફ કરવામાં આવ્યો છે.એટલે કે, 30 ટકા કચરાનો નિકાલ કરી દેવાયો છે. જોકે, એજન્સી દ્વારા બાકીનો કચરો ઝડપથી સાફ કરવા માટે ખાલી થયેલી દોઢસો મીટર જગ્યામાં નવું મશીન ઇન્સ્ટોલ કરાઇ રહ્યું છે. જે 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે અને આગામી જાન્યુઆરી મહિના સુધીમાં 2.67 લાખ ટન કચરો સાફ કરી દેવાનો લક્ષાંક રખાયો છે.

નગરપાલિકા દ્વારા 80 હજાર ટન કચરો સાફ થયો છે. તેમાંથી 12 થી 15 ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો હતો. જ્યારે મોટી માત્રામાં માટી નીકળી હતી. જે આસપાસના ખેતરોમાં પુરાણ કરવા માટે ખેડૂતો લઈ જઈ રહ્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં 17 કલાક મશીન ચાલે છે. જેના લીધે આટલી માત્રામાં કચરો સાફ થઈ શક્યો છે. 500 ટનનું નવું મશીન આવી જવાથી આ કામગીરી વધુ ઝડપથી આટોપી લેવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.