થરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા,ઉકરડા રખડતાં ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ
થરા નગરપાલિકાના વિસ્તારમાં રખડતા ગાયો આખલાઓને કારણે લોકો ઘરની બહાર બાળકો વૃદ્ધોને મોકલતા ગભરાઈ રહયા છે. હિન્દુ પવિત્ર શ્રાવણ માસ અને જૈનના પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે થરા નગર પાલિકા વિસ્તારમાં હાઈવે સર્વિસ રોડ ફૂટપાથની ગટરો ગંદકી કચરાથી ભરાઇ ગઇ છે ઠેર ઠેર તૂટી ગઇ હોવા છતાં હાઈવે ઓથોરિટી તમાશો જુએ છે તો સોથી વધુ આખલા ગાયોનું ઝુંડ શૈક્ષણીક સંસ્થાઓ બસ સ્ટેશન પાસે રીતસરનો આતંક મચાવે છે પાલીકા તંત્રએ આજ સુધી કોઈ જ કાર્યવાહી નહી કરતા દર અઠવાડિયે દશ દિવસે બહારના લોકો આખલા ગાયોનો જથ્થો ઉતરી જાય છે.
આખા નગરપાલિકા વિસ્તારમાં બસો ત્રણસો થી વધુ રખડતાં આખલા ગાયોના ટોળાએ ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી કરી છે તો કેટલાક શાક ભાજીના વેપારીઓ કહેવાતા જીવદયા પ્રેમીઓ જાહેર રોડ, પ્રાથમિક નં .૨ માઘ્યમિક શાળા ઓ પાસે સડેલાં શાકભાજી કે સુકો લીલો ઘાસચારો નાખે છે જેના કારણે આ અબોલ જીવો તે ઘાસ ચારાને લીધે અખો દિવસ જાહેર રોડ શૈક્ષણીક સંસ્થાઓ પાસે તોફાને ચડી રાહદારીઓ ટુ વ્હીલર ચાલકો વિદ્યાર્થી ભાઈ બહેનો ભોગ બને છે.
ઠેર ઠેર કચરાના ઢગલા અને ઉકરડા જોવા મળે છે પણ યોગ્ય સફાઈ થતી નથી, અને સફાઈ ખર્ચ ઉધરી જાય છે દર મહિને, સફાઈની દેખરેખ માટે નગરપાલિકાએ સફાઈ કર્મચારી નિમેલ છે છતાં કોઈ દેખરેખ કે કાર્યવાહી થતી નથી. મહિલા પ્રમુખ ઉપ પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર મહિલાના વહિવટમાં થરા નગર પાલિકા વિસ્તારો કેમ અસલામત ગંદા બન્યા તેની તપાસ થશે.