નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-૭ના છાત્રો રણછોડ પગીનો પાઠ ભણશે

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, સરહદી વિસ્તારના લીંબાળા ગામનાં વતની અને બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડરને પગી તરીકે રણમાં ભારતીય સૈન્યને ખૂબ જ મદદ કરી એવાં રણછોડ પગી હવે આવનાર નવાં શૈક્ષણિક સત્રથી ધો. ૭ના ગુજરાતી વિષયના પુસ્તકમાં રવજી ગબાનીએ ‘એક માણસનું સૈન્ય’ નામથી પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના રણછોડદાસ રબારી ઉર્ફે રણછોડ પગીએ ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાની મદદ કરી હતી.

૧૯૬૫માં ભારત પાકિસ્તાન યુદ્ધની ઠીક પહેલા પાકિસ્તાની સેનાએ કચ્છ સરહદના અનેક ગામો પર કબજાે જમાવી દીધો હતો.તે સમયે દુશ્મનની ભાળ મેળવાનું રણછોડદાસ પગી પર જવાબદારી આવી અને પગીએ પોતાની જવાબદારી ખંતપૂર્વક નિભાવી હતી.જંગલમાં અંધારામાં છૂપાયેલા બારસો સૈનિકોનું તેમણે પગેરું શોધી કાઢ્યું હતું, જેના કારણે ભારતીય સેનાના જવાનો દુશ્મન પર સફળતાપૂર્વક હુમલો કરી શક્યા હતા, રણછોડદાસ પગીની રણના રેતાળ સસ્તા પર ભારે પકડ હતી,

જેના ફળસ્વરૂપ એક અન્ય મિશનમાં તેમણે ભારતીય સેનાને નિર્ધારિત સમયથી ૧૨ કલાક વહેલા લક્ષ્ય સુધી પહોંચાડી દીધા હતા, આ મિશન માટે સામ માણેકશાએ પોતે તેમને પસંગ કર્યા હતા, સામ માણેકશાએ જ રણછોડદાસ માટે ‘પગી’ નામનું વિશેષ પદ ઉભું કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ આ ભોમિયાનું ૧૧૩ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. કચ્છ-બનાસકાંઠા સરહદ પાસે સુઇગામની બીએસએફ બોર્ડરને રણછોડદાસ બોર્ડર નામ આપી તેઓની પ્રતિમા પણ સ્થાપિત કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.