
પાલનપુરના જગાણા બ્રિજ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી
બનાસકાંઠા જિલ્લા પાલનપુર જગાણા બ્રિજ પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી છે. જેમાં GJ-01-JT-9346 ટ્રકમાંથી 70 જેટલાં પાડા તેમજ ટ્રક GJ-24-X-1110માંથી 78 જેટલાં પાડા યજેમાં 3 જેવા પાડા મરણ ગયેલ હતા. જેથી પોલીસે બંને ટ્રકોને કબ્જે લઈ પશુઓને ડીસા જલિયાણા ગૌ શાળામાં મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેય
પાલનપુર ના જગાણા પાસેથી જીવદયા પ્રેમીઓ એપશુઓ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી છે. જેમાં જીવદયા પ્રેમીઓને રાત્રી દરમિયાન બે ટ્રકો શંકાસ્પદ લાગતા તેનો પીછો કરી રતનપુરથી બનાસડેરી રોડ તરફથી જગાણા બ્રિજ પાસે રોકાવી હતી. પોલીસે તપાસ કરતા તેમાંથી પશુઓ ભરેલા હતા. જેથી બંને ટ્રકો પોલીસ સ્ટેશન લઈ જઈ ત્યાંથી ડીસા જલિયાણા ગૌ શાળામાં પશુઓને મોકલાયા હતા. અને બંને ટ્રકોને પોલીસે કબ્જે લઈ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.