મુડેઠાથી અરણીવાડા અને બુકોલી સુધી ઠેરઠેર ખાડા પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં..?
સાહેબ : ગામડાઓના રસ્તાઓના ખાડાઓ પણ જોજો, તંત્ર દ્વારા રોડ પરના ખાડા પુરવા વાહનચાલકોની માંગ
ડીસા તાલુકાના મુડેઠાથી અરણીવાડા અને બુકોલી ગામ સુધી વરસાદ પડવાથી રોડનું ધોવાણ થતાં ઉબડ-ખાબડ બની ગયો છે. કારણ કે વરસાદમાં જ ગામડાના રોડ પર ઠેરઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. જેમાં પાટણ જવા માટે આજુબાજુના લોકો મુડેઠા પર થઈને પસાર થાય છે પરંતુ સામાન્ય વરસાદમાં રોડ ધોવાતા ઠેરઠેર જગ્યાએ મુડેઠા થી અરણીવાડા અને બુકોલી સુધી ખાડાઓનું સામ્રાજ્ય છે અને વાહનચાલકો મહા મુસીબતે મુડેઠાથી બુકોલી સુધી 50 મિનિટ થી વધુનો સમયમાં રોડ પરથી પસાર થવાય છે.
અને ઈમરજન્સી સમયમાં મુડેઠા ટોલ ટેક્સ પર ટેક્સ આપીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે. અને ભીલડીથી પાટણને જોડતો આ મુખ્ય માર્ગ આવેલો છે. મુડેઠાથી અરણીવાડા અને બુકોલી સુધી ઠેરઠેર રોડ પર ખાડા છે અને માળી ગોળીયા થી ઉંબરી સુધી એક કિલોમીટર સુધી રોડ પહોળો કરીને નવીનીકરણ કરાયું છે જેથી મુડેઠા થી બુકોલી સુધી વરસાદમાં પડેલ ખાડાઓ તંત્ર દ્વારા પુરવામાં આવે તેવી ગ્રામજનો અને વાહનચાલકોની માંગ ઉઠી છે.