કાંકરેજ તાલુકાના મુડેઠા થી ભલગામ ટોલ સુધી અસંખ્ય ખાડા થી વાહન ચાલકો પરેશાન
કાંકરેજ તાલુકા માંથી પસાર થતો કંડલા નેશનલ હાઇવે વાહનો થી ધમ ધમ તૉ રહે છે અને વાહન ચાલકો ને આ હાઇવે પર પડેલા ખાડા થી મોટુ નુકસાન ભોગવવું પડે છે અને ટોલ ના રૂપિયા પણ ભરવા પડે છે જયારે કાંકરેજ તાલુકા મા મુડેઠા ખાતે ટોલ બુથ આવેલ છે અને બીજું ભલગામ ખાતે ટોલ બુથ આવેલ છે ત્યારે વાહન ચલાકો ને આ ટૂંકા ગાળા ના બન્ને ટોલ પર ટોલ ભરવો પડે છે તેમ સતાયે રોડ પર પડેલા મોટા ખાડા ઓ મા પરેશાની વેઠાવી પડે છે.
પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની દરકાર લેવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે ખાડા પણ એકદમ સીધા અને ઊંડા હોવાથી નાનું વાહન અચાનક આવેલા ખાડા મા પડતા જ પાટકાય છે અને નાના વાહન મા કોઈ વૃદ્વ વ્યક્તિ હોય તૉ કમર તૂટી જાય તેવું અનુભવ થાય છે જયારે ચીલીસ કિલોમીટર મા બબ્બે ટોલ નાકા પર નાણા ચૂકવવા પડે છે પરંતુ સગવડ મળતી નથી
તૉ વાહન ચાલકો નું કહેવું છે કે મુડેઠા થી ભલગામ સુધી નેશનલ હાઇવે પર મોટા મોટા ખાડા ના કારણે ખુબજ નુકસાન થાય છે જયારે કંડલા થી વજન ભરી રાજસ્થાન તરફ જતા મોટા ટ્રેઈલરો ને પણ વજન ના કારણે નુકસાન ભોગવવું પડે છે તૉ વાહન ચાલકો અને નજીક ના ગામો ના લોકો ની સરકાર પાસે એકજ માગ છે કે આ હાઇવે પર સત્યવરે રોડ નું ડામર કામ કરવામાં આવે અને ખાડા માંથી મુક્તિ મળે
વધુ મા કે જયારે વરસાદ ચાલુ હોય અને રોડ પર પાણી ભરાયા હોય તૉ ખાડા પાણી થી ભરાયેલ હોય અને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન સ્પીડ મા હંકારી જતો હોય તૉ સીધું ખાડા મા પડે છે અને નુકસાન ભોગવવું પડે છે.