કંબોઇ પાસે રેલવે ફાટક વારંવાર બંધ થતા વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

કંબોઇ ચાર રસ્તા થી કસરા તરફ જતા સ્ટેટ હાઇવે રોડ પર  રોજિંદો વાહનો નો અવર જ્વર વધુ હોય છે. ત્યારે  કંબોઇ ચાર રસ્તા પાસે થી પાટણ ભીલડી રેલવે લાઈન પસાર થયાં છે. જ્યાં રેલવે વિભાગ દ્વારા આ રોડ પર ફાટક મુકવા મા આવ્યો છે. ત્યારે પાટણ ભીલડી રેલવે લાઈન પર રાત દિવસ ટ્રેનો નો ધમધમાટ હોય છે અને સવાર થી જ આખો દિવસ ટ્રેનો આવ જાવ કરતી હોય છે. એટલે મોટા ભાગે રેલવે ફાટક બંધ હોય છે જેના કારણે બન્ને સાઇડે ટ્રાફિક જામ થઇ જાય છે.

અને ઘણી વખત તાત્કાલિ ઇમરજન્સી કામ અર્થે જવાનુ હોય કે ઇમરજન્સી દર્દી ને હોસ્પિટલ જવાનું હોય ત્યારે ખુબજ મુશ્કેલી વેઠાવી પડે છે અને લોકો આ ફાટક ના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે જયારે કેન્દ્ર સરકાર ના અન્ડર મા આવતું રેલવે વિભાગ તાત્કાલિ સર્વે કરી કંબોઇ કસરા રોડ પર આવતો ફાટક દૂર કરી ઓવરબ્રિજ કે એન્ડર બ્રિજ બનાવવા મા આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.