
દિવ્યાંગ વૃદ્ધ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે મફત મુસાફરી
23થી 27 સપ્ટેમ્બર સુધી ચાલનાર ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં મફત મુસાફરી થનાર છે. દિવ્યાંગ વૃદ્ધ અને જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેમને અંબાજીમાં મફત મુસાફરી કરવા મળશે વહીવટી તંત્રએ ભાદરવી પૂનમના મહામેળામાં સૌપ્રથમવાર એક નવો પ્રયોગ કર્યો છે.શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં લાખો પદયાત્રીઓ પદયાત્રા કરીને આવે છે. તો લાખો લોકો દર્શનાર્થે પણ આવે છે. જોકે અંબાજીમાં ખાનગી વાહનો લઈને દર્શન કરતા આવતા લોકોની પાર્કિંગ વ્યવસ્થા અંબાજીથી ત્રણથી ચાર કિલોમીટર દૂર હોય છે અને જેને લીધે ત્રણ ચાર કિલોમીટર ચાલી આવવું મુશ્કેલ પડે છે. ખાસ કરીને દિવ્યાંગ હોય વૃદ્ધ, અશક્ત બીમાર લોકોને ચાલીને આવવામાં તકલીફ પડતી હોવાથી વહીવટી તંત્રએ આ વખતે એક નવો પ્રયોગ કર્યો છે અને 150થી વધુ રીક્ષાઓ અંબાજીના કામાક્ષી સર્કલથી ખોડીવલી સર્કલ સુધી અને દાંતાના શક્તિ દ્વારથી ખોડિવલી સર્કલ સુધી રીક્ષામાં મફત લાવવા અને લઈ જવાની વ્યવસ્થા કરાવી છે.
એટલે કે જે વ્યક્તિઓને ત્રણ ચાર કિલોમીટર દૂરથી ચાલીને આવવું પડતું હતું એ નહીં આવવું પડે અને રીક્ષા દ્વારા તેઓ અંબાજી સર્કલ નજીક મફત મુસાફરી કરી પહોંચી જશે. આ માટે અંબાજીના 150 જેટલા રીક્ષા ચાલકોને એક ડ્રેસ કોડ આપવામાં આવશે અને આઠ કલાકના એક હજાર રૂપિયા આપવામાં આવશે. જેથી તેમને રોજી પણ મળી રહે અને શ્રદ્ધાળુઓની સેવા પણ થઈ શકે.ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં વાહનોને પ્રવેશ બંધ હોય છે એટલે અંબાજીના રીક્ષાચાલકો બેકાર બેસી રહે છે. વહીવટી તંત્રએ રિક્ષાચાલકોને રોજગારી મળી રહે અને પદયાત્રીઓ સેવા થઈ રહે તે હેતુથી રિક્ષાચાલકો મહામેળા દરમિયાન રિક્ષાચાલકોને આઠ કલાકના 1000 રૂપિયા તંત્ર આપશે. જેને રીક્ષા ચાલકોએ પણ આ વાતને વધાવી લીધી છે અને તંત્રનો આભાર માન્યો છે.