દાંતીવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટર મશીન વસાવતા મફત ટેસ્ટની સારવાર થશે
દાંતીવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને તમામ પ્રકારના રીપોર્ટ વિનામૂલ્યે થાય તે માટે સરકાર દ્વારા સેલ કાઉન્ટર મશીન આપવામાં આવ્યું છે. યોગ્ય નિદાન સાથે સારવાર કરાવવા આવી રહ્યા છે. દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લેબ ટેકનિશિયન કિશોર મુલાણી દ્વારા સેલ કાઉન્ટર મશીનથી દરરોજ 100 થી વધુ ટેસ્ટ કરી દોઢ વર્ષમાં આજ સુધી 32000 થી વધુ વિવિધ પ્રકારના વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ જોઈએ તો આ મશીનમાં થતાં ટેસ્ટ સરેરાશ 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધીમાં ખાનગી લેબમાં થતા હોય છે. જે સરકારી દવાખાનામાં વિનામૂલ્યે કરવામાં આવતા દર્દીઓ પણ સરકારનો આભાર માની રહ્યા છે.