થરાદના માંગરોળમાં ૨૫ લાભાર્થીઓને મફત પ્લોટ અપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા 74

થરાદના માંગરોળમાં સરકાર દ્વારા આપવામાં આવતા મફતપ્લોટનો પ્રશ્ન છેલ્લા બાર વર્ષથી પેન્ડીંગ હોવાના કારણે તેનો નિકાલ નહી થતાં લાભાર્થીઓને લાભ મળી શકતો ન હતો. જાે કે તાલુકા વિકાસ અધિકારીએ સાંસદસભ્યની ભલામણથી તેનો ઉકેલ લાવતાં સોમવારે ગામના ૨૫ લાભાર્થીઓને મફત પ્લોટના હુકમ આપવામાં આવતાં તેમનામાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી.થરાદના માંગરોળ ગામમાં ૨૦૦૯થી ગામના લાભાર્થીઓને મફત પ્લોટ માટે ગામતળ મંજુર થતાં સનદો પણ આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદની પ્રક્રિયા અંગે ઉદાસિનતા સેવાઇ રહી હતી. આથી ગામના લાભાર્થીઓ વંચિત રહી જવા પામ્યા હતા. આથી આ અંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલને રજુઆત કરવામાં આવતાં તેમણે તાલુકાવિકાસ અધિકારી વિજયભાઇ ચૌધરીને ભલામણ કરીને તાકીદે ઉકેલ લાવવાની ભલામણ કરી હતી.બીજી બાજુ ગામના યુવાઅગ્રણી શૈલેષભાઇ ચૌધરી તથા કરણપુરાના સરપંચ જેતસીભાઇ વી પટેલ તથા સરપંચ એસોસિયેશનના પ્રમુખ કાળાભાઇ પટેલ સહિતો દ્વારા માપણીસીટ અને લેઆઉટ પ્લાન અંગેની કામગીરી હાથ ધરી ઓનલાઇન અરજીઓ કરી સર્વે ફી ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પુર્ણ થતાં સોમવારે સાંજે ગામના ૨૫ લાભાર્થીઓને ટીડીઓ વિજયભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ દાંનાભાઇ માળી તથા વિસ્તરણ અધિકારી શબ્બીરભાઇ મન્સુરી તથા સંજયભાઈ નાઈ,તલાટી કનુભાઈ જાેષી તથા સર્કલ ઓફિસર પ્રકાશભાઇ પટેલ સરપંચ મોડાભાઈની ઉપસ્થિતીમાં પ્લોટના હુકમો આપવામાં આવ્યા હતા.

લાભાર્થીઓની નામાવલિ
મોનાભાઈ માધાભાઈ રબારી, રાહાભાઈ માધાભાઈ રબારી, કરસનભાઈ અખાભાઈ રબારી, હેગોળાભાઈ અખાભાઈ રબારી, રગનાથભાઈ વાઘાભાઇ રબારી, રાભાભાઈ વિહાભાઇ રબારી, માવજીભાઈ વાઘાભાઈ લુહાર, મેવાભાઈ મેઘાભાઇ, શારદાબેન કાનજીભાઇ, રવજીભાઈ માસેગાભાઈ સુથાર, નાંનજીભાઈ મેઘાભાઈ , વશરામભાઈ જસેગાભાઈ બ્રાહ્મણ, હેગોળાભાઈ વિહાભાઇ હરીજન, વિહાભાઇ માધાભાઈ, કુવરસીભાઈ વિહાભાઇ, રાયચનભાઈ વિહાભાઇ, રામુબેન વિહાભાઇ વાદી, પીરાભાઈ પોપટભાઈ વાદી, લાલુભાઈ બડાભાઈ વાદી, રમેશભાઈ ચમનભાઈ વાદી, સામાભાઈ બડાભાઈ વાદી, ભુરાભાઈ બડાભાઈ વાદી, બડીયાભાઈ ઉદાભાઈ વાદી, મીરાંબેન વોહતાભાઈ બ્રાહ્મણ કરસનભાઇ કેશરાભાઇ દરજી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.