ખેતરમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપીને ઠગાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા 85

પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં એક દિવસ અગાઉ ખેતરમાં ટાવર ઉભો કરાવી માસીક એક લાખ રૂપિયાનુ ભાડુ મળશે તેવી લાલચ આપી હરિભાઈ જેઠાભાઇ ગુડોલ સાથે ૧૧ લાખ રૂપિયાની છેતરપીંડી કરવાની ફરિયાદ રાજસ્થાનના બાબુભાઈ છગારામ ચૌધરી ( રહે.કમોકાવાડા બાડા .તા.સમદડી) તેમજ તેના જ ગામના જ્યેશ બાપજી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોધવામા આવી હતી તેમાં બીજા પણ બે પાંથાવાડાના ખેડૂતો મેવાભાઈ ગણેશભાઈ મૂજી અને વગતાભાઈ અજાભાઈ મૂજી સાક્ષી તરીકે હતા જેમની સાથે પણ આ બે શખ્સોએ આ જ પ્રમાણે ખેતરમાં મોબાઈલ ટાવર ઉભુ કરાવી મહીને ૩૬,૦૦૦ રૂપિયાનુ ભાડુ કમાવવાની લાલચ આપી હતી. આ બંન્ને ખેડૂતો પાસેથી આ બંન્ને શખ્સોએ ખેતરમાં ટાવર ઉભો કરવા માટે બંને પાસેથી ૬ – ૬ લાખ રૂપિયા રોકડા લઈ તેમની સ્ટેમ્પપેપર ઉપર સહી લઈ તેમની પાસેથી મોબાઈલ કંપની સાથે લેવડ દેવડ કરવા માટે પાંથાવાડા બેક ઓફ
બરોડાના સહી સાથે કોરા ચેક આપ્યા હતા.જ્યારે હરિભાઈ ગુડોલ સાથે વિશ્વાસ ધાતની જાણ થતાં બંને ખેડૂતોને પણ ખ્યાલ આવતા હરિભાઈ ગુડોલ ના સાક્ષી બનતા પોલીસ દ્વારા બંને ખેડૂતોના નિવેદન લીધા હતા ત્યારે આ ચોકવાનારી બાબત સામે આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.