ભાભર તાલુકાના વજાપુર ગામના ૧૦ ખેડૂતો સાથે છેતરપિંડી : પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

કંપનીમાં ગાડી અને ટ્રેકટર બાંધી આપવાનું અને હપ્તા અમે ભરીશું તેવું કહી હપ્તા ન ભર્યા અને બારોબાર વાહનો વેચી માર્યા હોવાનો આક્ષેપ

ભાભર તાલુકાના વજાપુર જુનાના કાન્તીભાઈ પરમાર સહિત દશ ખેડૂતો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જે મુદ્દે પોલીસ સ્ટેશને ચાર આરોપીઓ સામે ગુન્હો નોંધાતા ચકચાર મચી ગઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકાના વજાપુર જુના ગામના કાન્તિભાઈ ભવાનભાઈ પરમારએ ભાભર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે છેતરપિડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં પટેલ રાકેશભાઈ ગાંડાભાઈ, રહે મહેસાણા, (સુરેશભાઈ ગોકુળભાઈ રાઠોડ, રહે મહેસાણા, ધવલકુમર પ્રેમાભાઈ રાઠોડ, અને હરેશભાઈ ગોકુળભાઈ રાઠોડે ખેડૂતોને કહેલ કે તમારા વાહનની લોન અમે કરી આપીશું અને અમે વાહનો કંપનીમાં ભાડે વર્ધી માટે લઈ જઈશું અને દર મહિને ખેડૂતને રૂ. ૪૦,૦૦૦/ ભાડા પેટે ચૂકવવાનું કહેલ હતું અને લોન પણ અમે ભરીશું તેવું કહીને ન ભાડું આપ્યું કે ના હપ્તા ભર્યા અને વાહનો બારોબાર વેચી મારીને છેતરપિંડી કરી હોવાનું કાન્તિભાઈ પરમારે જણાવ્યું હતું.

આ બનાવમાં આરોપીઓએ મંડાલમ ઇન્વેસમેન્ટ એન્ડ ફાઈનસ કંપની લિમટેડમાંથી લોન કરી આપી હતી અને શિવમ સેલ્સ કો મહેન્દ્ર ગાડી શો રૂમ પાલનપુર માંથી ગાડી કેશ પેમન્ટમાં ખરીદી હતી અને ગાડી ઉપર લોન કરી હતી. પરંતુ આરોપીઓએ રેગ્યુલર હપ્તા ના ભરવાના કારણે ફરીયાદીને નોટિસો મળતા અને વારંવાર ફોન કરીને કહેતા કે હપ્તો ભરવાના બાકી છે લોન વાળા મારા ઉપર નોટિસ અને ફોન આવે છે. તેવું ફરીયાદીએ કહ્યું હતું બાદમાં વજાપુરના અમરતભાઇ મોહનભાઈ મકવાણાની હાજરીમાં રૂ.૪૦,૦૦૦/  રોકડા આપ્યા અને શિવમ સેલ્સ કો મહેન્દ્ર ગાડી સો રૂમ બોલેરો ગાડી વર્ધિ માટે લીધી હતી ને ચાલીસ હજાર રૂપિયા દર મહિને આપવા અને હપ્તો આપવાનું નક્કી કર્યું હતું એક પણ હપ્તો ના ભરતા ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતોની યાદી:  (૧) અમરતભાઈ મોહનભાઈ મકવાણા, (૨) અમરતભાઈ પીરભાઈ મકવાણા, (૩) શિવાભાઈ તેજાભાઈ મકવાણા (૪) રાજાભાઈ અદાભાઈ મકવાણા (૫) પાંચાભાઈ માવજીભાઈ મકવાણા (૬) હીરાભાઈ દુદાભાઈ મકવાણા (૭) પેથાભાઈ મસરુભાઈ મકવાણા (૮) પેથાભાઈ પુંજાભાઈ મકવાણા (૯) કસ્તુરભાઈ મસરૂભાઈ મકવાણા અને ફરીયાદી (૧૦) કાન્તિભાઈ ભવાનભાઈ પરમાર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.