બાડમેર પાસે અકસ્માતમાં બનાસકાંઠાના ચારના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના લાખણી તાલુકાના લવાણા સુથાર પરિવારના સભ્યો રાજસ્થાન બાડમેર જિલ્લામાં આવેલ જસોલ ખાતે માજિસા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના સિણદરી પાસે તેમની બોલરો કારને ટ્રકે જાેરદાર ટક્કર મારતા પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી નજીક આવેલા ભુકા ગામ પાસે ભગતસિંહ મેગા હાઇવે પર બપોરે બોલેરો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો.

જેમાં બોલેરો કારનો સંપૂર્ણ ભુક્કો બોલી ગયો હતો.જ્યારે અકસ્માતથી રસ્તાની બાજુમાં આવેલા ઝાડ પણ ધરાશાયી થયું હતું બોલેરો કારમાં સવાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના લક્ષ્મીપુરા અને લાખણીના લવાણા ગામના સુથાર પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા. સીણધરી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. સીણધરી પોલીસ અધિકારી બલદેવરામના જણાવ્યા મુજબ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા અને લાખણી તાલુકાના લવાણા ગામનો સુથાર પરિવાર જસોલ માજીસા મંદિરે દર્શનાર્થે જઈ રહ્યો હતો. ત્યારે ભગતસિંહ મેગા હાઇવે પર અકસ્માત સર્જાયો છે.

ઘટના સ્થળે ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે ઘાયલોને જિલ્લા સરકારી હોસ્પિટલમાં તેમજ ડીસા ખાતે સારવાર અર્થે લઈ જવાયા છે.

મૃતકના નામ

  • ગોમતીબેન ચેનાભાઈ સુથાર,રહે લવાણા
  • ચેનાભાઈ કાનજીભાઈ સુથાર, રહે લવાણા
  • ભાવનાબેન કપુરજી સુથાર,રહે લક્ષ્મીપુરા
  • કાનાભાઇ બદાજી સુથાર.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.