ધાનેરા થી નેનાવા તરફ જતા નેશનલ હાઇવે રોડ પર ના ખાડા પૂરવા માટે પૂર્વ ધારાસભ્ય નો પત્ર
છેલ્લા ત્રણ વર્ષ થી પીડાતી પ્રજા રસ્તા પર ઉતરી આવે એ પહેલાં સમસ્યા નો અંત આવે એ જરૂરી: બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકા ના સમસ્યા અને રજૂઆત નો ભંગાર થઈ ગયો છે.પ્રજા ને પડતી મુશ્કેલી ના નીવાર્ણ માટે વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. પ્રજા ની સમસ્યા ને બાબતે રજૂઆત કરવા માટે ધાનેરા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ એ આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે ધાનેરા થી નેનાવા થઈ રાજસ્થાન તરફ જતા નેશનલ હાઇવે રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષ થી વાહન ચાલકો જીવ ના જોખમે નેશનલ હાઇવે પસાર કરી રહ્યા છે.
નેશનલ વિભાગ છેલ્લા ત્રણ વર્ષ થી ખાડા પૂરી થીગડા મારવાનું કામ પણ કરે છે. ભારતીય સેના માટે પણ નેશનલ હાઇવે 168 મહત્વ નો માનવામાં આવે છે. જો કે વ્યાપક ગેરરીતિ ના કારણે નેશનલ હાઇવે સરૂઆત થી ખાડા ગ્રસ્ત રહ્યો છે. કોંગ્રેસ પક્ષ માંથી ચુંટાઈ આવેલા પૂર્વ ધારાસભ્ય નથા ભાઈ પટેલ એ આજે નેશનલ વિભાગ ને પત્ર લખી વાસ્તવિકતા જણાવી નેશનલ હાઇવે રોડ ને રીપેરીંગ કરવા માટે ની માગ કરી છે. પૂર્વ ધારાસભ્ય એ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષ થી પીડાઇ રહેલી પ્રજા ની મુશ્કેલી નો અંત નહિ આવે તો પ્રજા સાથે રસ્તા પર ઉતરી આંદોલન કરવું પડે તો પણ કરીશુ