વાવના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનું નામ મોખરે

બનાસકાંઠા
sankar chaudhary
બનાસકાંઠા 355

રખેવાળ ન્યુઝ વાવ
ગતરોજ તા.ર૮-૬-ર૦ ના રોજ કેન્દ્ર કક્ષાના અને રાજ્ય કક્ષા ભાજપ ના પ્રદેશ અગ્રણીઓની એક અગત્યની બેઠક મળી હતી. જેમાં ગુ.પ્રદેશ ભાજપ સંગઠન જિલ્લા ભાજપ સંગઠન અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી અંગે ધારાસભ્યો અને સાંસદ સભ્યોના સુચનો લેવાયા હતા તેમાં ગુ. પ્રદેશ ભાજપ સંગઠનના પ્રમુખ પદે વાવના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, ગોરધન ઝડફીયા અને પ્રફુલ પટેલના નામો અગ્ર હરોળમાં રહ્યાં હતા. જાકે કોરોનાની પરિÂસ્થતિમાં રાજ્ય સભાની ચુંટણીમાં તેમજ તીડ આક્રમણની કપરી પરિસ્થતિમાં સંગઠનના માહીર એવા શંકરભાઈ ચૌધરીની કામગીરી પ્રશંસાને પાત્ર બની રહી છે. વધુમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પદે રહી ચુકેલા શંકરભાઈ ચૌધરી સંગઠન ક્ષેત્રે બહુ માહીર છે. સમગ્ર રાજ્ય ભરના કાર્યકરો અને અગ્રણી જાડે સારા સંબંધો છે.
આગામી સપ્ટેમ્બર ર૦ર૦ માં યોજાનારી વિધાનસભાની પેટા ચુંટણીમાં શંકરભાઈ ચૌધરીની રાહબરી હેઠળ ભાજપ તમામ બેઠકો ઉપર કેસરીયો લહેરાવી શકે છે. આમ તમામ પરિસ્થતિઓ જાતા ગુ.પ્રદેશ ભાજપ પ્રમુખ પદની રેશમાં શંકરભાઈ ચૌધરીનું નામ મોખરે છે. તા.૩૦-૬-ર૦ પહેલાં પ્રમુખ પદની જાહેરાત થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.