ધાનેરાના ભાંજણા બેવટા નજીક અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

 

રખેવાળ ન્યુઝ ધાનેરા
પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. પરમારને બાતમી મળતા અ.હેઙ કોન્સ. મિલનદાસ, અ.પો.કો. શંકરભાઇ તથા રમેશભાઇ નાઓ ધાનેરા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાંજણા ગામેથી બેવટા બાજુ જતા કાચા નેળીયામાં અલ્ટો ગાડી નં. જીજે.૦૧.કેબી.૪૮૨૦ માંથી બોટલ નં.૪૫૬ કિમત રૂપિયા ૩૭,૯૨૦નો વિદેશી દારૂ તથા અલ્ટો ગાડી કીમત રૂપિયા ૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૨ કીરૂ.૧૦,૦૦૦મળી કૂલ રૂપિયા ૧,૪૭,૯૨૦ ના મુદામાલ સાથે આરોપી ભરતભાઇ હરચંદભાઇ માળી રહે-ધાનેરા રેલ નદીના પુલ પાસે તથા અશોકભાઇ ચંદુજી ઠાકોર રહે-જોરાપુરા તા.ડીસાને ઝડપી લીધા હતા. તેઓએ વિરોલ-રાજસ્થાન ખાતે આવેલ દારૂના ઠેકા ઉપરથી દારુ ભરાવેલ હોવાનું તેમજ હકાજી ઠાકોર થેરવાડાવાળાએ માંગાવ્યો હોવાનું જણાવતાં તમામ ઇસમોએ એક બીજાના મેળાપીપણાથી રાજસ્થાન રાજયમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચી ગુનો કરેલ હોઇ તેઓના વિરૂધ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન પ્રોહીબિશન એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.