ધાનેરાના ધરણોધરથી ગોલા રોડ પરથી વિદેશી દારૂ ઝપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના ધરણોધરથી ગોલા જવાના રસ્તા ઉપર પાલનપુર એલસીબી પોલીસે વોચ ગોઠવી સ્વીફ્ટ ગાડીમાંથી ૯૮ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા ૫૫,૬૫૦નો તથા ૧૦,૦૦૦ નોમોબાઇલ અને ત્રણ લાખની જુૈકં ગાડી મળી કુલ ૩,૬૫,૬૫૦ ના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પાલનપુર એલસીબી પોલીસને બાતમીમળતો ધરણોધર ગોલા ગામની સીમમાં વોચ ગોઠવી ગાડીની આડેસ કરતો બાતમી વાળી ગાડી આવતા ગાડી નંબર જીજે.૩૬બી. ૪૫૧૯ નંબરની આવતા ગાડી રોકાવી ડ્રાઇવર ધનારામ ગોકળા રામ જાટ રાજસ્થાનવાળાની અટક કરી આ માલ ક્યાંથી લાવ્યો તેમ પૂછતો મોહનલાલ તેજારામની મદદથી રાજસ્થાનના લોહારા ઠેકા ઉપરથી ભરીને ઊંઝા હેમતાજી ઠાકોરને આપવાનો હોવાનું જણાવતો પોલીસે આ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી બાકીના બે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા આ તપાસમાં પાલનપુર પો.સબ. ઇન્સ્પેક્ટર જી જે દેસાઈ, જવાનો ઈશ્વરભાઈ, અરજણભાઈ, પ્રકાશચંદ્ર તથા પ્રકાશભાઈ વગેરે એ ઓપરેશન પાર પાડ્યું હતું.ષ્ઠ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.