
ઊંઝામાં ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ચાર જણા સામે ફરીયાદ
ઊંઝા પોલીસના અ.પો.કો ભાવેશકુમાર તેમજ જગદીશ વિરસંગભાઇ તેમજ અ.લૉ.ર નિઝામુદ્દીન કાસમભાઈ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મહમંદ આરીફ શેરખાનને ખાનગી બાતમી મળેલ કે, એક સફેદ કલરની મારુતિ કંપનીની અલ્ટ્રોગાડીમાં ગેરકાયદેસર વગર પાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો સિદ્ધપુરથી ઊંઝા તરફ જનાર છે. જેની આગળ પાયલોટિંગ હોન્ડાઇ કંપનીની સેન્ટ્રોગાડી આગળ જઇ રહી છે જેથી પોલીસે વોચ ગોઠવી સદર પાયલોટિંગગાડી આવતા રોકી હતી તે દરમિયાન પાછળ સેન્ટ્રો ગાડી આવતા તેની તલાશી લેતાં જેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૦૫ પેટી નંગ ૧૮ છુટક બોટલ કિંમત રૂપિયા ૭૨,૧૨૯ તેમજ સેન્ટ્રો અને અલ્ટ્રોગાડી તેમજ મોબાઈલ નંગ ચાર રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨,૮૯,૭૭૯ ના મુદામાલ સાથે ઝડપી લઈ રાઠોડ સંજયભાઈ વિજયભાઈ રહે.નરોડા અમદાવાદ ગ્રામ્ય, સોલંકી સન્નીભાઇ લાલજીભાઈ નરોડા ગ્રામ્ય, મકવાણા ધર્મસિંહ ગુલાબભાઇ રહે. નરોડા તેમજ ઠાકોર કનુભાઈ સમલયારા તા.ધાનેરા જી.બનાસકાંઠા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.