ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ વાદળાં વચ્ચે ગરમી ધીમે ધીમે 2-3 ડિગ્રી ઘટશે

અરવલ્લી
અરવલ્લી

ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસભર અનિયમિત દિશાનો પવન ફૂંકાતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમી 3 ડિગ્રી સુધી ઘટીને 40થી નીચે આવી હતી. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરમાં ગરમી 3 ડિગ્રી સુધી ઘટી હતી. 40 ડિગ્રીથી નીચા તાપમાનના કારણે 3 દિવસ બાદ આકરી ગરમીથી રાહત મળી હતી. પરંતુ ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ગરમી ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. દરમિયાન વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો

મહેસાણા 38.1
પાટણ 38.9
ડીસા 39.8
હિંમતનગર 39.6
મોડાસા 37.8

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.