પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓએ ઈ.વી.એમ થી વોટિંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થી પ્રમુખ ઉપપ્રમુખની મંત્રી સહમંત્રી અને એલ.આર માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. શાળામાં પ્રથમવાર ઇવીએમ દ્વારા વિદ્યાર્થીઓને વોટ આપવામાં આવતા વિદ્યાર્થીમાં ખુશી જોવા મળી હતી. જોકે શાળાના વિદ્યાર્થી ઓનું કહેવું છે કે ઇવીએમ વોટિંગ થી પેપરની બચત થાય છે.

અને પેપરલેસ થતાં પર્યાવરણની જાળવણી પણ થાય છે. પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાસલિત CBSE સ્કૂલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ચૂંટણીમાં કુલ શાળાના 3000 જેટલા વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીનથી વોટિંગ કર્યું હતું. જેમાં ગુજરાતી મીડીયમ સ્કૂલમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહમંત્રી અને એલઆર માં કુલ 23 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાસલિત ગુજરાતી મીડીયમ શાળામાં 23 વિદ્યાર્થી ઉમેદવારો માંથી પ્રમુખ તરીકે ચૌધરી ધ્વનિત એમ, ઉપપ્રમુખમાં જોષી પૂર્વ સી,મંત્રી તરીકે પ્રજાપતિ જીજ્ઞાન, સહમંત્રી પરમાર દિવ્યાંગ જે, એલ.આર તરીકે ચૌધરી કેક્ષા એસ નો વિજય થયો હતો.

વિદ્યામંદિર ટ્રસ્ટમા ટેક્નિકલ એક્સપર્ટ હિતેન પટેલે જણાવ્યું હતું કે આ શાળામાં એક આઈ.ટી સેન્ટર પણ છે જેમાં ઇવીએમ બનાવેલ છે. આ વર્ષે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત જેટલી પણ શાળાઓ છે. એમાં આપણે ઇવીએમ થી વોટિંગ કરાવેલ છે. આ વોટિંગ કરવા થી પેપર બચે છે અને પર્યાવરણની જળવાણી થાય છે આ ઇવીએમ થી ત્રણ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું છે. અને આમાં રિજલ્ટ પણ તરત મળી જાય છે.

જોકે આ અંગે આર્યા રાજગોરે જણાવ્યું હતું કે આ વર્ષે અમારી શાળા પંચાયતની ચૂંટણીમાં શાળામાં જાતેજ બનાવેલ ઇવીએમ નો ઉપયોગ કર્યો હતો. જેથી પેપર ની બચત થાય છે. અને ઇવીએમ ના ઉપયોગથી પર્યાવરણની જળવણી પણ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.