પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં બેકરી પર ફૂડ વિભાગની રેડ
પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં આવેલી મે.સ્ટાર બેકરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. જ્યાંથી શંકાસ્પદ ગુણવત્તા ધરાવતી લાલ ચટણીનો રૂ.૬૪,૦૦૦ની કિંમતનો ૧૨૩૦ કિલો જથ્થો જપ્ત કરાયો હતો. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાદરપુરા ગામમાં આવેલી સ્ટાર બેકરી પર રેડ કરી હતી. જ્યાંથી દાબેલી, પફ, વડાપાઉં સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ માં વપરાતી લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન બેકરીમાં લાલ ચટણીના જાર પર ઉત્પાદકના નામ, સરનામા તથા અન્ય વિગતો જાેવા મળી નહતી. કલરની શંકાસ્પદ હાજરીવાળા જણાતા લાલ ચટણીના કંપની પેકવાળો રૂ.૬૪,૦૦૦ ની કિંમતનો ૧૨૩૦ કિલો જથ્થો જપ્ત કરી સેમ્પલ લઈ પૃથ્થુકરણ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલે જણાવ્યું હતું.