
થરાદમાં મિઠાઇની દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી
થરાદની બજારમાં આવેલ મિઠાઇની દુકાનોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ખાધસામગ્રી અટકાવવા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્વીટની ભેળસેળીયા દુકાનદારોમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.બિન આરોગ્યપ્રદ મીઠાઈથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. આવા સંજોગોમાં દિવાળીના તહેવારોમાં નકલી માવો અને બિન આરોગ્યપ્રદ મીઠાઈ તથા માવો દુકાનદાર દ્વારા વપરાશ ન થાય અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેવા ઉદ્દેશ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે થરાદ ખાતે સઘન ચેકિંગ કર્યું હતું. અને દુકાનોમાંથી સેમ્પલિંગ લઈને તેને તપાસ અર્થે મોકલી આપ્યા છે.
દિવાળીના તહેવારોની સિઝન આવતાં જ ભેળસેળીયા વેપારીઓ બેફામ બનતા હોય છે. તાજેતરમાં જ રાજ્યના ઇતિહાસનો ૬૦૦ ટન નકલી જથ્થો પણ રાજ્યના આરોગ્ય વિભાગે ઝડપી લીધો હતો. ત્યારે દિવાળીના તહેવારને લઈને બનાસકાંઠાના સરહદી થરાદ વિસ્તારમાં પણ ક્યાંય આવો બિનઆરોગ્યપદ જથ્થો આવી ગયો ન હોય તેની ચકાસણી કરવા ફૂડ વિભાગે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હોવાનું પણ ચર્ચાસ્પદ છે.તંત્રએ સોમવારે અલગ અલગ ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા થરાદમાં આવેલ ભગવતી નાસ્તા હાઉસના ગોડાઉનથી માવાના સેમ્પલ લઇને પણ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.તંત્રની કાર્યવાહીને લઇને મીઠાઇની દુકાનોમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.