ડીસામાં ડેરી અને પાર્લરો ઉપર ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડીસામાં અલગ અલગ ૬ જગ્યાએ દરોડા પાડી શંકાસ્પદ મેંગો મિલ્ક શેક અને પનીરના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ગુજરાતમાં અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં અનેક જગ્યાએ બહારનું ખાવાથી ફુડ પોઇઝનીંગના બનાવો બની રહ્યા છે. જેને અટકાવવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઠેરઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ડીસા શહેરમાં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેકટર પ્રિયંકા ચૌધરી અને તેમની ટીમે ડેરી અને પાર્લરની દુકાનોમાં દરોડા પાડયા હતા. જેમાં ગજરાજ ડેરી, એ પી માવાવાલા, શ્રી કૃષ્ના એન્ટરપ્રાઇઝ, લીલાશાહ સ્વીટ માર્ટ અને આશાપુરા માવા ભંડાર નામની દુકાનમાંથી શંકાસ્પદ લુઝ પનીરના સેમ્પલ લીધા હતા. જ્યારે સત્યમ મિલ્ક પેલેસમાંથી શંકાસ્પદ લુઝ પનીર અને મેંગો મિલ્ક શેકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે. ડીસા પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અન્ય ભેળસેળીયા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.