
ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા : નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ
ડીસામાંથી ફરી એક વાર પોલીસે નકલી ઘીનો જથ્થો ઝડપી પડ્યો છે. જેમાં માત્ર ઘી જ નહિ પરંતુ ઘી બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પડતા નકલી ચીજવસ્તુ ઓનો વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નકલી ચીજ વસ્તુઓની બનાવટ અને વેપાર માટે જાણીતા ડીસા શહેરમાંથી ફરી એક વાર નકલી ઘીનો ઝડપતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.ડીસામાં નકલી ઘી બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. જિલ્લા આરોગ્ય વિભાગે મોડી રાત્રે રેડ કરી હતી. અધિકારીઓ કોટ કૂદી ફેક્ટરીમાં ઘૂસ્યા હતા. શાશ્વત, પારેવા, શુખ, શુભ નામે શુદ્ધ ઘી ઝડપાયું છે.
રૂ. 2.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. મોડી રાત સુધી કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ સીઝ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાંથી ઘીની મીની ફેક્ટરી ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે રેડ કરી હતી.અગાઉ પણ ડીસા ઉત્તર પોલીસ વહેલી સવારે પેટોલિંગમાં હતી તે સમયે લાટીબજાર વિસ્તામાં આવેલા એક ગોડાઉનમાં નકલી ઘી હોવાની માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને લોખંડના દરવાજા વાળા એક ગોડાઉનમાં તપાસ કરતા તેમાં નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાઇ ગયું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતા તેમાં સાગર, અમુલ જેવી બ્રાન્ડેડ કંપની ના ઘીના પેકિંગનો તમામ સમાન મળી આવ્યો હતો.