ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રૂ. 11. 50 લાખનો મુદ્દામાલ સીઝ : શક્તિ મસાલામાં વપરાતી વસ્તુઓના નમૂના લેવાયા
પાલનપુર સુખબાગ રોડ પર મામા ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગની રેડ : બનાસકાંઠામાં ખાદ્ય ચીજ વસ્તુ ઓમાં ભેળસેળ થતી હોવાની બુમરાણ વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાલનપુર સુખબાગ રોડ પર આવેલ મામા ગૃહ ઉદ્યોગમાં રેડ પાડી હતી. જેમાં શક્તિ મસાલામાં વપરાતી ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ના અધિકારી ટી. એચ.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ પાલનપુર સુખબાગ રોડ પર આવેલ મામા ગૃહ ઉદ્યોગમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં 11,500 શક્તિ મસાલાના પેકેટો કબજે કરી કુલ રૂપિયા 11,50,000 નો મુદ્દામાલ સીજ કરવામાં આવ્યો હતો.
જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, પાલનપુર મામા ગૃહ ઉદ્યોગમાં દરોડા પાડી શક્તિ મસાલા માં વપરાતી જુદી-જુદી ચીજ વસ્તુ ઓના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણ થયા બાદ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે હાલ પૂરતો માલ સીજ કરવામાં આવ્યો છે.