ડીસાના સોતમલા ગામની સીમમાંથી પાંચ જુગારીયા ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : પાલનપુર એલસીબી પીઆઈ એચ.પી. પરમાર ના માગદર્શન હેઠળ મળેલ બાતમીના આધારે એલસીબી હેડ. કોન્ટેબલ બદુજી તેમજ પો.કો. દિનેશભાઈ અને પો.કો. શકરભાઈની ટીમે રેડ પાડીને સોતમલા ગામની સિમમાથી પાંચ જુગારીયોને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રોકડ ૨૩૭૪૦ તેમજ બે મોટર સાઇકલ તેમજ ત્રણ મોબાઈલ સહિત મળીને કુલ ૯૧૭૪૦ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના સોતમલા ગામની સીમમાં તળાવની બાજુમાં ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની પાલનપુર એલસીબીને બાતમીના આધારે છાપો મારીને પાચ જુગારીઓને ઝડપી પાડ્‌યા હતા.
જેમા રોકડ રકમ રૂ.૨૩૭૪૦ તેમજ બે મોટરસાઇકલ કિ.રૂ.૫૦,૦૦૦ તેમજ મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૧૮૦૦૦ કુલ રૂ.૯૧૭૪૦ ના મુદ્દા માલ સાથે પ્રભાતજી અગરાજી ઠાકોર રે.લોરવાડા, તા.ડીસા, કાળુપુરી કરશનપુરી ગૌસ્વામી રે.સોતમલા તા.ડીસા, ભયતુજી પુનાજી રાઠોડ રે.જુનાનેસડા તા.ડીસા, થાનાજી મગનજી ઠાકોર રે.કુવાતા તા.દિયોદર, રણજીતજી ઉફૅ બાદરજી અજીતજી દરબાર રે.મોજરૂ(જુના) તા.દિયોદર વાળાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.