
પહેલા નોરતે અંબાજી મંદિર માઇકભક્તોથી ઉભરાયુ : વહેલી સવારથી જ શક્તિપીઠના એન્ટ્રી ગેટ ફૂલ
આજથી માં અબાના નવલા નોરતાંની શરૂઆત થઇ રહી છે, આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઇ રહ્યું છે, અને આ દિવસે દરેક વ્યક્તિ માં અંબા અને કુળદેવીના દર્શને પહોંચ્યા છે. આજે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડે જોવા મળી રહી છે. આજે પ્રથમ નોરતાને લઇને બનાસકાંઠાના અંબાજી શક્તિધામમાં વહેલી સવારથી માં અંબાના દર્શને પહોંચ્યા છે.
આરાસુરી માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે.શક્તિપીઠ અંબાજી મંદિરમા યાત્રાળુઓનો મોટો ધસારો દેખાઇ રહ્યો છે. અહીં મંદિરમાં એન્ટ્રીના તમામ ગેટ માઇભક્તોથી ઉભરાયા છે. નવરાત્રિના પ્રારંભે અંબાજી મંદિરમાં જય જય અંબેનાં નાદ સાથે ભક્તિમય માહૌલ સર્જાયો છે.