નવા શૈક્ષણિક સત્ર નો પ્રથમ દિવસ : વિધાર્થી સફાઈ કરતા નજરે પડ્યા નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો આપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી ની શાળાઓ માં વિદ્યાર્થીઓની પાંખી હાજરી: આજથી શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થયો છે ત્યારે શાળાઓ માં પણ આજે સવારનો સમય હોવાથી અને લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓ ની સંખ્યામાં ભારે રકાશ જોવા મળ્યો હતો. એકલ દોકલ વિદ્યાર્થીઓ શાળામાં જતા જોવા મળ્યા હતા. ત્યારે વાલીઓ ની પણ શાળા ખુલી હોય તેમ બાળકો ને લઇ શાળા એ મુકવા વાલીઓ પણ શાળામાં પહોંચ્યા હતા. જોકે આજે નવા શૈક્ષણિક સત્ર નો પ્રથમ દિવસ હોવાથી વર્ગ ખંડો માં પણ એકલ દોકલ વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા. ને શાળા ના કેટલાક રૂમો ને તો તાળા જ લટકેલા જોવા મળ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓ ને લાવવા માટે શાળાના શિક્ષકોની પણ મિટિંગ આયોજિત કરવામાં આવી હતી.

જયારે બીજી તરફ એડમિશન માટે પણ વાલીઓ શાળા એ પહોંચ્યા હતા આજે શાળા નો પ્રથમ દિવસ હતો ત્યારે વિદ્યાર્થીઓ ડ્રેસ માં સ્વસ્થ થઇ શાળાએ પહોંચ્યા હતા ત્યાં તેવા બાળકો પાસે થી સફાઈ કામગીરી કરાવતા હોવાનું પણ સામે જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ હોંશે હોંશે શાળા એ પહોંચતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે આ રીતે સફાઈ કાર્ય કરાવવું કેટલું યોગ્ય…?  બાળકો પાસે શાળા માં કરાવતી સફાઇ મોટો પ્રશ્ન ઉપસ્થીત કરી શકે છે.

આજે શાળાએ પહોંચેલી અમારી ટીમે ફાયર સેફટી બાબતે પણ તપાસ કરતા શાળા પાસે ફાયર સેફટી ના સાધનો સહીત 2025 સુધી ની NOC મળી આવી હતી. શાળામાં પ્રથમ દિવસ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ શાળા ની બહાર બેઠેલા પણ નજરે પડ્યા હતા. ત્યારે સરકારી ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓ ને આજે પ્રથમ દિવસે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા આ બાબતે વાલીઓ એ પણ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.