દીઓદર તાલુકાના લુદરા ગામના રેલ્વે ફાટક પાસે ફાયરિંગની ઘટનાથી ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

દીઓદર તાલુકાના લુદરા ગામના રેલ્વે ફાટક પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક ઇજાગ્રસ્ત થતાં તેને પાટણના ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવકની ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવના પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર દીઓદર તાલુકાના લુદરા ગામના રેલ્વે ફાટક પાસે ગત રાત્રે સાંજે ૭ વાગ્યાના સુમારે ગોળીબાર થતાં લોકોમાં ભયની લાગણી વ્યાપેલ. આ બાબતે ભાભર જુનાના વતની અને કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે રહેતા પ્રતાપસિંહ મગનસિંહ રાઠોડે દીઓદર પોલીસ સ્ટેશને મોડી રાત્રે આઈપીસી કલમ ૩૨૩,૩૯૫,૩૯૭,૩૦૭ મુજબ ફરિયાદ નોધાવેલ છે કે બળદેવસિંહ મનુભા રાઠોડ,પ્રવિણસિંહ મનુભા રાઠોડ, વિપુલસિંહ હુકમસિંહ, વાસુભાઈ ભોજુભા તમામ રહે.ભાભર એ અમારા સાથે અગાઉ થયેલ ઝઘડા બાબતે અદાવત રાખી અજાણ્યા ઈસમોને મુકી હું ઓગડ થી ઉંબરી મારી સીફ્ટ ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે તા.૭/ર/ર૦ર૩ ના રોજ સાંજે બે બુકાનીધારી અજાણ્યા ઈસમો નંબર વગરની સફેદ કલરની સીફ્ટ ગાડીમાં આવી મને મારી નાખવાના ઈરાદે બંદુક થી બે રાઉન્ડ મારા ઉપર ફાયરીંગ કરી મને જમણા પગની સાથળના ભાગે તેમજ જમણા પગના ઘુંટણના નીચેના ભાગે ગોળી મારી ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.