
પાંથાવાડામાં રેડીમેડ કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
પાંથાવાડા : દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં મેઈન બજારમાં આવેલ રેડીમેડની આવકાર સિલેક્શન નામની દુકાનમાં મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગતા થોડીવાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે દુકાન માલિકની હાજરીમાં અચાનક લાઇટથી શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગવા પામી હતી. આગ લાગવાના કારણે દુકાનમાં થી ધુમાડાના ગોટે ગોટા બહાર આવ્યા હતા આગ લાગવાની વાત આજુબાજુમાં પ્રસરતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા જોકે દુકાન માલિકની સમય સૂચકતાથી આગને કાબુમાં લેવામાં આવી હતી આગના કારણે દુકાનમાં રહેલ કપડાઓમાં ભારે નુકસાન થવા પામ્યું હતું.