પાલનપુરમાં પાર્ક કરેલ ગાડીમાં લાગી આગ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી જી.ડી મોદી કોલેજ આગળ એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરવિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી આંગ પર કાબુ મેળવ્યો હતો.
પાલનપુર જી.ડી.મોદી કોલેજ બહાર ઉભેલી એક કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, આગ ઉપર કાબુ આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે કાર માલિકને મોટુ નુકસાન પહોંચ્યું છે.