
સુઇગામના મસાલી ઘુડખર અભ્યારણમાં ઝડપાયેલી ૧૩ ગાડીઓને રૂા.૬,૪૫,૯૦૪ નો દંડ ફટકારાયો
ગત તારીખ ૨૨ માર્ચના રોજ સુઇગામ પ્રાત અધિકારી થરાદ ડીવાયએસપી, થરાદ આરએફઓ, થરાદ આરટી ઓ, સુઇગામ મામલતદાર, પીએસઆઈ, બોર્ડર પીએસઆઈએ સાથે મળી સુઇગામ તાલુકાના મસાલી ગામે ઘુડખર અભ્યારણમાં ચાલતી બિન અધિકૃત મીઠાની ફેકટરીઓ ઉપર રેડ કરી ૧૩ ગાડીઓ, ૪ ડીઝલ જનરેટર, ૧૧ બોક્સ સોલાર પ્લેટો, ૧૫ બડલ પ્લાસ્ટિકની
પાઇપો, ૪૦ સબમરસીબલ પમ્પો તેમજ ગેલવેનાઇઝ નિઇંગલો અને કેબલ વાયરો સહિત અંદાજે ૨ કરોડ થી વધુ રકમનો મુદામાલ કબ્જે કરી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જાેકે આ મુદ્દે થરાદ આરટીઓએ ઝડપાયેલી ૧૩ ગાડીઓને રૂ ૬,૪૫,૯૦૪ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જાેકે જવાબદરતંત્ર ના સંયુક્ત ઓપરેશનથી રેડ પડતા બિન અધિકૃત મીઠાની ફેકટરી ઓ ચલાવતા ભૂમાફિયા અગરિયાઓમાં દોડધામ મચી જવા પામી છે.. જાેકે હવે જાેવાનું એ રહ્યું કે ફરી પાછી આવી પ્રવુતિ ઓ ચાલુ તો નહીં થાય ને?