હાશ…આખરે પાલનપુર રેલવે ઓવરબ્રિજ ખુલ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ઇલેક્ટ્રિક ટ્રેનને લઈને શહેરના પ્રવેશ દ્વાર સમા રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં બે વર્ષના અંતે રેલવે ઓવરબ્રિજની એક સાઈડનું સમારકામ પૂરું થતા તે બાજુનો પુલ ૨૦મી ડિસેમ્બર૨૦૨૧ના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જાેકે બાજુની સાઈડનું કામ ડિસેમ્બર-૨૦૨૧માં શરૂ થતાં ફરી એકવાર શહેરની માથાના દુઃખાવા સમી ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર રહી હતી. જાેકે, સાતેક માસના અંતે આજે બીજી સાઈડનું કામ પણ પૂર્ણ થતાં અંદાજે અઢીએક વર્ષ બાદ પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમો રેલવે ઓવર બ્રિજ પૂર્ણતયા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમ, અઢી વર્ષ બાદ પાલનપુર રેલવે ઓવર  બ્રિજ સંપૂર્ણપણે ખુલ્લો મુકાતા ટ્રાફિકમાં પીસાઈ રહેલા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. (


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.