પેપર લીક કરનાર સામે રાજદ્રોહનો કેસ દાખલ કરો

બનાસકાંઠા
બનાસકાંઠા

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે જેને લઇ આજે ડીસામાં આમ આદમી પાર્ટી અને એનએસયુઆઈના કાર્યકરોએ નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ઘટના મામલે વિરોધ દર્શાવ્યો હતો અને ફરી પરીક્ષા લેતા પહેલા પેપર લીક કરનારા લોકો સામે કડક કાયદો બનાવવામાં આવે અને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળતા તેઓને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જીલ્લા દ્વારા જુનિયર ક્લાર્ક પેપર લીક ની ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે જી.ડી.મોદી કોલેજ આગળ જાહેર રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઈને ટ્રાફિક જામ થતા પોલીસે એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ભાવિક ભાઈ રબારી, વિભાગ સંયોજક ધવલ ભાઈ જોષી , પાલનપુર નગર મંત્રી શુભમ ભાઈ દેસાઈ અને અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. એબીવીપીના વિરોધ પ્રદર્શનને લઈને વાતાવરણ ઉત્તેજનસભર બન્યું હતું. ૨૪ કલાક માં પરિક્ષા ની નવી તારીખ જાહેર કરવામાં આવે. ૨૦ દિવસ ની અંદર પરિક્ષા લેવામાં આવે. પરિક્ષા માટે પરીક્ષાર્થીઓ આવશ્યક વ્યવસ્થાઓ યાત્રા, નિવાસ , ભોજન ની વિશેષ જવાબદારી લેવામાં આવે. આ પેપર લીક ઘટના પર જીૈં્‌ ની રચના કરવામાં આવે. આ કૌભાંડમાં જવાબદાર વ્યક્તિઓ પર રાજદ્રોહ નો ગુનો લગાડવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટ માં ટ્રાયલ ચલવવામાં આવે અને આરોપી ઓને ત્વરિત ધોરણે કડક માં કડક સજા થાય. સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર માં યોગ્ય અધિકારીઓ શિક્ષણ વીહોની ખાલી પડેલ મહત્વના પદો પર જલ્દી નિયુક્તિ કરવામાં આવે. આરોપીઓની પ્રિન્ટિંગ પ્રેસ કોચિંગ સંપત્તિની સરકારે હરાજી કરીને દાખલો બેસાડવો જોઈએ. આજે પાલનપુર ખાતે જી.ડી.મોદી કોલેજ આગળ વિરોધ પ્રદર્શન કરી એબીવીપીએ પેપર કાંડના આરોપીઓ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરી સીટની રચના કરવા સહિતની માંગ કરી હતી.

આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે આ પેપર નથી ફૂટ્યું
પરંતુ વિદ્યાર્થીઓની કિસ્મત ફૂટી છે. વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત તેમના પરિવારની મહેનત તેમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને વિદ્યાર્થીઓના સપના રોળાઈ જવા પાછળ માત્ર ને માત્ર ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તેમના માણસો જવાબદાર છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને કંપનસેશન પેટે ૫૦ હજાર રૂપિયા વળતર પેટે ચૂકવવા જોઈએ તેવી માંગ કરી હતી. આ ઘટનાને લઇ એનએસયુઆઈના પ્રમુખ હાર્દિક પઢિયારે જણાવ્યું હતું કે ભાજપ સરકાર પરીક્ષા યોજવામાં સદંતર નિષ્ફળ નીવડી છે અને હવે તો વિદ્યાર્થીઓને પરીક્ષા પરથી ભરોસો જ ઉઠી ગયો છે ત્યારે સરકાર ફરી પરીક્ષા લે તે પહેલા પેપર લીક કરનારા લોકો સામે કડક કાયદો બનાવવામાં આવે અને સરકાર આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદો બનાવી કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.