
ડીસા શહેરમાં ‘વીજ યુનિટ દર’માં કરાયેલ ભાવ વધારાનો ઉગ્ર વિરોધ
ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર કંપનીઓને ફ્યુલ પ્રાઇઝ એન્ડ પાવર, પરચેઝ એગ્રીમેન્ટ અંતર્ગત યુનિટ દીઠ ૨૫ પૈસાનો વધારો ઝિંક્યો છે. આના કારણે ગુજરાતના વીજ ગ્રાહકોના માથે માસિક ૨૪૫.૮ કરોડ રૂપિયા અને વાર્ષિક ૨૯૫૦ કરોડ રૂપિ યાનો આર્થિક બોજ વધ્યો છે. જે ભાવ વધારા સામે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. આપના કાર્યકરોનું માનવુ છે કે, હાલમાં શ્રમિક, ખેડૂત, નાના વેપારી અને નાના ઉદ્યોગકારો સહિત ગુજરાતનો મધ્યમ અને
ગરીબ વર્ગ મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહ્યો છે. મોંઘવારી અને બેરોજગારી જ્યારે ચરણ સીમા પર છે. ત્યારે આ ભાવ વધારો એનાના અને મધ્યમ વર્ગના લોકો પર કમર તોડ ફટકા સમાન છે. ત્યારે સરકારે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી ભાવ વધારો રદ કરવો જોઈએ તેવી માગ સાથે નાયબ લેક્ટર કચેરીએ જઇ ના.કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી અને જિલ્લા પ્રમુખ ડો. રમેશ પેટલે જણાવ્યું હતું કે, જો સરકાર સમયસર ભાવ વધારો પાછો નહીં ખેંચે તો ન છૂટકે લોકોના હિતમાં આમ આદમી પાર્ટીએ આંદોલન પર ઉતરવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.