દાંતા તાલુકામાં રસ્તાના કામોમાં ભય વગરનો ભ્રષ્ટાચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકોને રસ્તા સહિતની સવલત મળી રહે તે હેતુથી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ સરકારી બાબુઓની
આડોડાઈના લીધે વિકાસ લક્ષી કામો હલકી ગુણવત્તાના બનતા હોવાની રાડ – ફરિયાદો ઉઠવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા દાંતા તાલુકામાં સરકારની મંજુર થયેલ ગ્રાન્ટની રકમના કામોનું બારીકાઇથી સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓ જેલમાં જાય અને આવક કરતા અપ્રમાણસર મિલકતમાં પણ સપડાઈ જાય, દાંતા તાલુકામાં આવેલી માર્ગ અને મકાન વિભાગની અંબાજી અને દાંતાની કચેરી ભારે વિવાદીત રહી છે ,દાંતા આસપાસના આદીવાસી વિસ્તારોમાં સરકારના વિકાસ કામો માત્ર ને માત્ર કાગળો પર થઈ રહ્યા છે ,જેમાં વ્યાપક ગેરરીતિઓ થાય છે,અંબાજી માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાંતા- અંબાજી વિસ્તારના વિકાસ કામોમાં વ્યાપક ગેરીરીતિઓ આચરાય છે ,આ વિસ્તારમાં છેલ્લા ૩ વર્ષમા થયેલા કામોની વિજીલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.દાંતા માર્ગ અને મકાન વિભાગમાં પણ છેલ્લા ૩ વર્ષના કામોનું સરવૈયું ચેક કરવામાં આવે ,ઓડીટ રિપોર્ટ ચેક કરવામાં આવે તો કામોની સત્યતાની ખરાઈ થઇ શકે .દાંતા અને અંબાજી માર્ગ અને મકાન વિભાગ તરફથી જે પણ પરચુરણ કામો કરવામાં આવેલ છે, તેમા પણ ભારે ધુપ્પલબાજી ચલાવવામાં આવે છે,અંબાજી માર્ગ અને મકાન વિભાગ તરફથી જે દાંતા તાલુકામાં નાના નાના પરચુરણ કામો થયા છે તેની સ્થળ તપાસ અને કરવામાં આવેલ કામની હાલની સ્થિતિ જાેઈએ તો ખ્યાલ આવશે કે આ વિભાગે માત્ર ધુપ્પલબાજી કરી હોવાના પણ આક્ષેપો થાય છે ત્યારે આ વિભાગોના અધિકારી કર્મચારીઓની આવક અને સંપતિની પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો ખુલે તેમ છે.આવા કામો કરતા ટેન્ડર ધારકો પણ ટેન્ડરની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા સમાહર્તા તટસ્થ તપાસ કરાવે તેવો જનમત પ્રવર્તે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.