વાવમાં બાગાયતી પાક પર આફતના એંધાણ ખેડૂતો દાડમના છોડ કાપવા લાગ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી વાવ તાલુકામાં ખેડૂતોને યેનકેન પ્રકારે પાકમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.પૂર હોય કે વાવઝોડુ કે પછી તીડ જોકે આ વર્ષે દાડમના પાકને દવાનો છંટકાવ કરવા છતાં દાડમ સડવા લાગી હતી એક પછી એક દાડમ છોડ પરથી ખરવા લાગતાં ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવતાં લાચાર બનેલા ખેડૂતોએ દાડમના છોડ કાપી નાખ્યા હતા.

વાવ તાલુકામાં નર્મદાના નીર આવતાં સૂકાભઠ્ઠ વિસ્તારમાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા હતા.ત્યારે આ વર્ષે દાડમના પાકમાં રોગ આવતાં પાક છોડ પર સડી જઈ નીચે ખરવા લાગતાં ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા હતા.આ અંગે વાવ તાલુકાના મીઠાવીરાણા ખેડૂત લુંભાજી પટેલ અને શામળાજી પટેલ નામના ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે દાડમના પાકમાં ખૂબ જ રોગ છે.આવક કરતાં ખર્ચો વધી રહ્યો છે. 500 રોપાઓમાં દવા છંટકાવ કર્યો છે. તેમ છતાં પાક છોડ પરથી સડીને દાડમ નીચે પડી રહ્યો છે.તમામ સડી ગયેલ પાકને ખેતરની બહાર નાખીએ છીએને દાડમના છોડને કાપીએ છીએ આ વર્ષે એક લાખથી વધુનુ નુકસાન છે. રાત્રિ દરમિયાન ઠારી પડવાથી છોડને નવા ફૂલ બેસતા નથી. જે ફળ આવ્યા હતા તે ખરી ગયા છે. સરહદી વાવ તાલુકામાં ખેડૂતો દર વર્ષે નાની મોટી નુકસાનીના ભોગ બની રહ્યા છે. જોકે સડી રહેલા પાકને અટકાવવા ખેડૂતોએ શું પગલાં લેવા તે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિના ફોન પર વારંવાર સંપર્ક સાધવા છતાં ફોન રીસીવ કરવાની તકદી લીધી ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.