પાણી જન્ય રોગચાળા ની ભીતિ : વડગામ ના વેસા ગામમાં પંચાયત દ્રારા છોડવામાં આવતું પાણી દૂષિત આવતા લોકોમાં રોષ
છેલ્લા ઘણા સમય થી પાણી દૂષિત તેમજ અનિયમિત આવતું હોવાની બુમરાડ: વડગામ તાલુકાના વેસા ગામમાં પંચાયત દ્રારા છોડાતું પીવાનું પાણી ઘણા સમય થી દૂષિત આવતા લોકો માં રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણી ના કારણે ગામમાં રોગચાળા ની ભીતિ સેવાઇ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ ના વેસા ગામે ગ્રામ પંચાયત દ્રારા છોડવા માં આવતા પીવાનું પાણી અનિયમિત તેમજ દૂષિત આવતા ગામના જાગૃત યુવક મયૂદ્દીનભાઈ એ આરોગ્ય વિભાગ ને લેખિત રજુઆત કરી પાણી ના સેમ્પલ લેવા માગ કરી હોવાનું જણાવ્યું હતું.
દૂષિત પાણી ના કારણે લોકો ને પેટ સહિત ના રોગો નો શિકાર બને તેવી તેમને ભીતિ સેવી શુદ્ધ પાણી માટે વ્યવસ્થા કરવા માગ કરી છે. પાંચ હજાર ની જનસંખ્યા ધરાવતા વેસા ગામ મા બે દિવસે પીવા માટે પાણી આપવામાં આવતા લોકો ભર ચોમાસે પાણી ની સમસ્યા ને લઈ ઝઝૂમી રહ્યા છે. વેસા ગ્રામ પંચાયત પાસે એકજ પાણી નો બોર હોવાના કારણે ગામ માં ધરોઈ ના પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. જોકે અરજદારે આરોગ્ય વિભાગ ને પાણી ના સેમ્પલ લઈ પાણી ની ગુણવત્તા ચકાસવા ની માગ કરી હોવાનું જાણવા મળે છે.