પાલનપુરના ગણેશપુરા આંબાવાડીમાં પાણીના ભરાવાથી રોગચાળાની ભીતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧૧માં સમાવિષ્ટ ગણેશપુરા આંબાવાડી વિસ્તાર પ્રત્યે નગરપાલિકા દ્રારા ઓરમાયુ વર્તન દાખવવા આવી રહ્યું હોય તેમ અહીં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા આ વિસ્તાર સામાન્ય વરસાદમાં બેટમાં ફેરવાઈ જાય છે. જાેકે હાલ ચોમાસાની ઋતુ ને લઈ આ વિસ્તારમાં છેલ્લા એક માસથી સ્કૂલ જવાના જાહેર માર્ગ પર ઢીંચણ સમુ પાણી ભરેલુ હોઇ આ પાણીના નિકાલ માટે અનેકવાર નગરપાલિકામાં રજુઆત કરવા છતા ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ના છૂટકે ગંદા પાણી માં અવરજવર કરવાની ફરજ પડી રહી છે. લોકોના મકાનો આગળ ગંદા પાણી ના છેલ્લા એક માસથી ભરાવાને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત વર્તાઈ રહી છે. ત્યારે પાલીકા દ્રારા આ વરસાદી પાણીનો ત્વરિત નિકાલ કરવામાં નહિ આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચમકી ઉચ્ચારવા આવી છે.
સમસ્યા નહિ ઉકેલાય તો વોટ નહિ :સ્થાનિકો
ગણેશપુરા આંબાવાડી વિસ્તારના રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, નાની મોટી ચૂંટણી ઓમાં રાજકિય આગેવાનો વોટ લેવા આ વિસ્તારમાં ધામાં નાખે છે. અને આ વિસ્તારમા વરસાદી પાણીના નિકાલ કરવાના વાયદા આપે છે અને ચૂંટણી બાદ ફરકતા પણ ન હોઈ લોકોને ગંદા પાણી ની સમસ્યા વેઠવી પડી રહી હોય આ સમસ્યા નો કાયમી નિકાલ નહિ કરાય તો આગામી ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.