ઈકબાલગઢ રેલવે ઓવરબ્રિજ પર ખાડા પડી જતા વાહનચાલકોમાં ભય

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ઈકબાલગઢ રેલવે ઓવરબ્રિજ પર ત્રણ વર્ષ પહેલા જ બનેલા બ્રિજમાં ખાડા પડી જતા સળિયા દેખાવા લાગ્યા હોવાનો આક્ષેપ વાહનચાલકોએ કર્યો છે. થોડા સમય પહેલા જ પાલનપુરમાં બનેલી બ્રિજ દુર્ઘટના જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલીક સમારકામ કરવાની માગ કરવામાં આવી છે.અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ઓવરબ્રિજ જે રાજસ્થાન અને ગુજરાતને જોડતો ઓવર બ્રિજ છે. જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે. આ ઓવરબ્રિજ પર આરસીસીના કરાયેલા કામમાં ખાડા પડી જતા સળિયા દેખાવા લાગ્યા છે. જેથી સ્થાનિકો અને વાહન ચાલકો ભયમાં મુકાયા છે.ત્રણ વર્ષ પહેલા જ બનેલા બ્રિજમાં આ રીતે ખાડા પડી જતા વાહનચાલકોએ તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે.


એક જાગૃત નાગરિક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ થયા છે ત્યાં જ બ્રિજની આવી હાલત છે તો આવનારા દિવસોમાં કેવી થશે. પાલનપુર જેવી ઘટના ન બને તે માટે તાત્કાલીક આ બ્રિજના કામની તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ.​


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.