
જિલ્લાના અનેક ભાગોમાં છૂટા છવાયા વરસાદથી ખેડૂતમાં ચિંતા
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉત્તર ભારત અને અરબી સમુદ્રમાં સર્જાયેલી વિવિધ સિસ્ટમોને લઈ વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ કરા અને પવન સાથે વરસાદ થવા પામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક ભાગોમાં સામાન્ય વરસાદ જાેવા મળ્યો છે. જાેકે આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયેલા જાેવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી તારીખ ૨ અને ૩ મેં ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. ડીસા પંથકમાં બાજરીનો પાક તૈયાર થવાની અણી ઉપર છે કેવા સમયે કમોસમી વરસાદ કે ભારે પવનથી બાજરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત શક્કરટેટી અને તરબૂચ જેવા તથા બાગાયતી પાકોને પણ બદલાતા વાતાવરણના કારણે તેની અસર જાેવા મળી રહી છે. જાેકે છેલ્લા ૨૪ કલાકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કોઈ જગ્યાએ મોટો વરસાદ થવા પામ્યો નથી.બનાસકાંઠા જિલ્લામાં છવાયેલા વરસાદી વાતાવરણને લઈ પ્રજાજનોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. ડીસા હવામાન વિભાગમાંથી મળતી વિગતો પ્રમાણે શનિવારે ડીસાના મહત્તમ તાપમાન માં ૪.૮ ડિગ્રીના ઘટાડા સાથે ૩૦.૮ ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાનમાં પણ ૪.૪ ડિગ્રીના ઘટાડા સાથે ૨૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા જ્યારે પવનની ગતિ ૧૧ કી.મી નોંધાઇ છે.આ અંગે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણમાં જાેવા મળશે. વેસ્ટન ડિસ્ટર્બર્સ અને સાયકલોનીક સિસ્ટમને લઈ થર્મોસ્ટ્રોંગની અસરને લઇ અનેક સ્થળો પર પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.