દાંતા તાલુકા માં ખેડૂતોએ વાવણી શરુ કરી, સીઝન નો હમણાં સુઘી 15.5 ઇંચ વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકામાં મોડા મોડે પણ પડેલા વરસાદ થી ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે, ને પડેલા વરસાદ થી જમીન પોચી થતા ખેતીવાડી ની પણ શરૂઆત કરી દીધી છે. દાંતા પંથકમાં 10 દિવસ જેટલો વરસાદ મોડો શરુ થયો છે. ને હમણાં સુધી 15.05 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. ને ખાસ કરી દાંતા તાલુકામાં પહાડી વિસ્તાર હોવાથી ખેડૂતો મહત્તમ વરસાદી પાણી ને લઇ ખેતીવાડી નું આધાર રાખતા હોય છે. ચાલુ વર્ષે સારા વરસાદ ની અપેક્ષા સાથે ખેડૂતો હાલ તબક્કે મકાઈ,તુવેર, જેવા મુખ્ય પાક લેતા હોય છે ને તેનું ચોમાસુ સીઝન નો પાક લેવા માટે બિયારણ વાવવાની શરૂઆત આદિવાસી ખેડૂતો એ કરી દીધી છે.

દાંતા તાલુકામાં આ વખતે મકાઈ નું વાવેતર મોટા પ્રમાણમાં થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે ને પથરાળ તેમજ ઢોળાવ વાળા જગ્યા ને લઇ મકાઈ નો પાક સહારો થતો હોવાથી મકાઈ નો વાવેતર કરી રહ્યા છે. જોકે ખેડૂતો ના મતે હાલ તબક્કે પડેલો વરસાદ સારો છે. ને ધીમીધારે વરસાદ વરસતો રહે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. ને જો ભારે વરસાદ પડે તો સાથે બિયારણ ખેંચાઈજવાની બીક પણ ખેડૂતો ને સતાવી રહી છે જેથી હવે કુદરત ને આધીન ખેતીવાડી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.