ભાભર તાલુકાના રડકીયા ગામના ખેડૂતોએ પાકને થયેલા નુકશાનનું વળતર મેળવવા આવેદનપત્ર
સર્વે ટીમે વ્હાલા દવાલા નિતિ અપનાવી કેટલાક ખેડૂતોને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ: ભાભર તાલુકાના રડકીયા ગામના ખેડૂતો દ્વારા પાક નુકસાનનું વળતર મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨/૨૦૨૩ માં કમોસમી વરસાદ, કરા અને વાવાઝોડાના કારણે ખેતી પાકોને મોટું નુક્સાન થયું હતું. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરતા સર્વે ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું.
પરંતુ ભાભર તાલુકાના રડકીયા ગામના કેટલાક ખેડૂતોના સહાયની યાદીમાં નામ ન આવતા અને સર્વે ટીમ દ્વારા વ્હાલા દવાલા નિતિ અપનાવી કેટલાક ખેડૂતોને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કરી રેલી રૂપે મામલતદાર કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું છે.જેમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કે જ્યારે જ્યારે કુદરતી હોનારતમાં ખેતી પાકોને નુકસાન થાય અને સહાય ચુકવવાનું થાય ત્યારે અધિકારીઓની મિલીભગતથી એજ લોકો વારંવાર સહાયનો લાભ લેતા જોવા મળે છે. અને ખરેખર જેને નુકસાન છે તેવા ખેડુતો સહાયથી વંચિત રહી જાય છે. અગાઉની સહાય યાદી ચેક કરી ખોટો લાભ લેતા લેભાગુ ખેડૂતો સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
Tags bhabhar crop damage farmers