બનાસકાંઠા નર્મદા કેનાલમાં ખેડૂતોએ કામ બંધ કરાવી રામધૂન સાથે વિરોધ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને અધિકારીઓની મિલીભગતના કારણે કેનાલ ગેરરીતિની કેનાલ સાબિત થઈ રહી છે.

સુઈગામ તાલુકાના માડકા, ભરડવા, ટેલ ડીસ્ટ્રીક કેનાલના કામમાં બેદરકારી સામે આવતા ખેડૂતોએ કામ બંધ કરાવ્યું

સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે નર્મદા કેનાલ જીવાદોરી સમાન છે. પરંતુ નર્મદા ડીસ્ટ્રીક કેનાલના કામમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને અધિકારીઓની મિલીભગતના કારણે કેનાલ ભ્રષ્ટાચારની કેનાલ સાબિત થઈ રહી છે. જેમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવા અથવા તેમાં ભ્રષ્ટાચાર થવો તે કોઈ મોટી વાત નથી. જેમાં વર્ષોથી વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન થાય છે, સાથે-સાથે સરકારને પણ આર્થિક નુકસાન પહોંચે છે. પરંતુ હવે ખેડૂતો આ ભ્રષ્ટાચારના ગાબડા અથવા ભ્રષ્ટાચારનું કામ ચલાવી લેવાના મૂડમાં નથી. ત્યારે સુઈગામ તાલુકાના માડકા, ભરડવા, ટેલ ડીસ્ટ્રીક કેનાલના કામમાં બેદરકારી સામે આવતા ખેડૂતોએ કામ બંધ કરાવ્યું હતું.

જેને લઈ ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂમ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આમ માડકા થી ભરડવા જતી કેનાલમાં ભ્રષ્ટાચારનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે અને કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે. કેનાલના ૧૦ કિમી વિસ્તારમાં ખેડૂતોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે પ્રમાણે સિમેન્ટમાં માટીનું મિશ્રણ હોય છે તેમાં સિમેન્ટ કરતાં કોન્ટ્રાક્ટરે માટી વધારે વાપરી છે. જ્યાં સિમેન્ટના આરસીસીના સ્લેબ હોય છે ત્યાં કોન્ટ્રાક્ટર સિમેન્ટની થેલીઓમાં રેતી ભરીને મૂકી દીધી છે એટલે કે ૧૦ કિમીની ડિસ્ટ્રીક કેનાલમાં મસમોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેથી ખેડૂતોએ આ કામને અત્યારે તો અટકાવી દીધું છે.

આમ આ અંગે ખેડૂતોનું કહેવું છે કે જો આ કામ અત્યારથી ન અટકાવાય તો આગામી સમયમાં કેનાલમાં પાણી આવે અને કેનાલ તૂટી જવાની શક્યતાઓ રહે છે. જેમાં કેનાલ તુટવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે તેમના પાકોને નુકસાન થાય છે. આ સાથે સરકારની તિજોરીને પણ નુકસાન થાય છે. ખેડૂતોની માંગણી છે કે ટેલ ડિસ્ટ્રીક કેનાલનું કામ વ્યવસ્થિત કરવામાં આવે. જેમાં કેનાલનું કામ યોગ્ય રીતે ન થાય ત્યા સુધી કેનાલનું કામ અટકાવવાની સાથે- સાથે અનશનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.